આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગ ચાલુ કરવા બાબત | Starting Class 1 to 5 From Tomorrow


 

  • આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગ ચાલુ કરવા બાબત | Starting Class 1 to 5 From Tomorrow 

ગુજરાતનાં શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર
આવતીકાલથી જ શરૂ થશે ધોરણ 1થી 5નાં વર્ગો

  • SOPનું પાલન કરવું અનિવાર્ય, વાલીઓની મંજૂરી સાથે શાળાએ આવી શકશે બાળકો



  • ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને મહામારી બાદ જનજીવન પહેલા જેવુ જ સામાન્ય બની રહ્યું છે ત્યારે શાળાઓ ખોલવાને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.



    ધોરણ 1થી 5નાં વર્ગો શરૂ કરવામાં આવશે
    સુરતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવે દિવાળી વેકેશન પૂરું થઈ રહ્યું છે ત્યારે આવતી કાલથી જ ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવામાં આવશે. આ સાથે જ વાઘાણીએ જાહેરાત કરી કે ધોરણ 6થી ઉપરનાં વર્ગો માટે જે SOP ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તે જ SOP સાથે જ આ વર્ગો શરૂ કરવામાં આવશે. દરેક શાળાઓએ આ જ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.



બાળ મંદિરને લઈને આગામી સમયમાં લેવાશે નિર્ણય
બાળ મંદિરને લઈને જીતુ વાઘાણીએ કહ્યું છે કે અમે અત્યારે ધોરણ 1થી 5ની જાહેરાત કરી શકીએ, બાકી આગામી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

મને નાના ભૂલકાઓ ફોન કરતાં હતા: વઘાણી
જીતુ વાઘાણીએ કહ્યું કે વાલીઓની પણ ખૂબ ડિમાન્ડ હતી, ધારાસભ્યોશ્રીઓનો આગ્રહ હતો અને મને તો નાના છોકકાઓનાં પણ ફોન આવતા હતા કે સાહેબ અમારે શાળાએ જવું છે.

બધા વેક્સિન લઈ લૉ તેવી અપીલ
વાઘાણીએ કહ્યું કે ભવિષ્યમાં કોરોનાની સ્થિતિ ન આવે તેવી પ્રાર્થના કરીએ અને વિકાસની ગતિ ચેતનવંતી રહે. કોરોનાની વેક્સિન બાકી હોય તો વેક્સિન પણ લઈ લેજો.

શાળામાં કઈ ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે?

  • કન્ટેઈનમેન્ટ ઝોનમાં શાળા ખોલી શકાશે નહીં
  • શાળાએ કેન્દ્ર સરકારની SOPનું પાલન કરવાનું રહેશે
  • માસ્ક, સામાજિક અંતર, સેનેટાઈઝરના નિયમો પાળવા પડશે
  • વિદ્યાર્થીઓ સ્કૂલે ન આવવા માગે તો તેમના પર દબાણ નહીં કરી શકાય
  • વિદ્યાર્થીઓ સાથે બેસીને નાસ્તો કરી શકશે નહીં
  • વિદ્યાર્થીઓને સામાજિક અંતર સાથે બેસાડવા
  • વિદ્યાર્થીને તાવ કે શરદી જેવું લાગે તો તે શાળાએ ન આવે
  • શાળાએ આવતા પહેલા વાલીઓએ આપવું પડશે સંમતિ પત્રક
  • વિદ્યાર્થી અને શાળાના સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવું
  • વિદ્યાર્થી શાળામાં પ્રવેશે તે પહેલા હાથ સેનેટાઇઝ કરવા

 

Gujarati Sahitya


Thank You





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો