કવિ ભાલણ | Kavi Bhalan




 • જન્મ : ઈ.સ. ૧૪૫૯

• જન્મ સ્થળ : પાટણ ( મોઢ બ્રાહ્મણ )

• ઉપનામ : આખ્યાનના પિતા

• પુત્રો : ઉદ્ધવ અને વિષ્ણુદાસ

• ભાલણ નું વખણાતું સાહિત્ય : આખ્યાન

• ભાલણ ની કૃતિઓ : કાદમ્બરી, ધ્રુવાખ્યાન , દશમસ્કંધ , રૂકમણી હરણ , દ્રોપદી વસ્ત્રાહરણ , રામબાલચરિત , નળાખ્યાન , મૃગી આખ્યાન , દુર્વાસાખ્યાન , શિવભીલડી સંવાદ વગેરે

• કવિ ભાલણે કવિબાણ રચિત " કાદમ્બરી " નું સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યું હતુ

• કવિ ભાલણ વ્રજભાષામાં પદ રચના કરનાર એકમાત્ર કવિ  હતા

• ભાલણની જાણીતી પંક્તિઓ

• માહરી બુદ્ધિપ્રમાણી બોલું થોડું સાર, પદિ પદ બંધારણ રચાતાં થાઈ અતિ વિસ્તાર

• વાત કરતી એમ કહી, મિથ્યા ગયું એ કાલ હદી શું ચાંલ્યુ નહી ચેંબન દેઈ બાલ

• વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઈંદ્રનું હરીઉ

ભાલણ


પાટણમાં આવેલું ભાલણનું ઘર

ભાલણ (૧૫મી સદી ઉત્તરાર્ધ-૧૬મી સદી પુર્વાર્ધ) મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેઓ પાટણના વતની હતા અને સંસ્કૃતના પ્રકાંડ પંડીત હતા. તેઓ આખ્યાનકવિ, પદકવિ અને અનુવાદક હતા. તેમના ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનુ માનવામાં આવે છે. તેઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા અને તેમને વ્રજ ભાષાનું જ્ઞાન પણ હોવાની સંભાવના છે. જીવનના પ્રારંભિક વર્ષોમા દેવભક્ત હોય, પરંતુ એક થી વધારે દેવોની સ્તુતિ કરે છે એટલે સાંપ્રદાયિક નથી. જીવનના ઉત્તરાર્ધમા રામભક્તિ પર વધુ આસ્થા બનેલી દેખાય છે.


કવિના દશ્મસ્કંધ માંનાં કેટલાંક વ્રજ ભાષાનાં પદો પરથી કહી શકાય કે તેઓ વ્રજ ભાષાના જાણકાર હશે. પુરુષોત્તમ મહારાજ તરીકે એમની ખ્યાતિ હતી અને કવિ ભીમ પુરુષોત્તમને એમના ગુરુ તરીકે નિર્દેશ કરે છે. એ ભાલણ હોવાની સંભાવના છે. એણે સૌપ્રથમ વાર ગુજરાતી ભાષા માટે ‘ગુજર ભાષા’ એવો શબ્દપ્રયોગ કર્યો.


કૃતિઓ

ભાલણે આખ્યાનો અને પદોનું સર્જન કર્યુ છે. અને બાણભટ્ટની મહિમાવંતી ગદ્યકથા ’કાદંબરી’નું ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું. કાદંબરી ભાલાણની કીર્તિદા રચના છે. બાણભટ્ટની ગદ્યકથા 'કાદંબરી'ને ૪૦ પદ્ય-કદવાંવાળા આખ્યાન સ્વરૂપમાં ધાળીને ભાલણે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાલણને આખ્યાનના પિતા કહેવામા આવે છે. કારણ કે એમની પુર્વેની કવિતાઓમાં કથાત્મક કાવ્ય પ્રકારની ઉપાસના કરી છે, પરંતુ કડવાંબદ્ધ આખ્યાન શૈલીનો પ્રયોગ તો સૌપ્રથમ ભાલણે જ કર્યો હોવાનુ જણાય છે.


પૌરાણિક કથાઓમાંથી વસ્તુ લઈને એમને કેટલાક આખ્યાન લખ્યા છે. આદ્યશક્તિ ‘સપ્તશતી’, શિવપુરાણની શિકારીની કથાવાળુ ‘મૃગી આખ્યાન’ પહ્મપુરાણમાંથી વસ્તુ લઈને ‘જલંધર આખ્યાન’, ગણિકા મામકીની ભક્તિ નિરુપતું ‘મામકી આખ્યાન’, ભાગવતની ધ્રુવકથા વર્ણવતુ ‘ધ્રુવાખ્યાન’, અને મહાભારતની નળ કથાને આલેખતુ ‘નળાખ્યાન’ જેવા કેટલાક આખ્યાનો લખ્યા છે. એમના આખ્યાનોમા એ મુળ કથાનુ જ મુખ્યત્વે અનુસરણ કરતો હોવાથી આ પ્રસંગોને સક્ષેપમાં વર્ણન કરતો હોવાથી પ્રેમાનંદ કવિની જેમ એની મૌલિક કલ્પનાશ્ક્તિનુ એમા વર્ણન થતુ નથી. આ બધા આખ્યાનોમાં નળાખ્યાન એમની ખુબજ પ્રચલિત આખ્યાન કૃતિ છે. આ આખ્યાન ઉથલા- વલણ વગરના ૩૦/૩૩ કડવામાં રચાયેલુ છે અને સંસ્કૃત મહાકવિ શ્રી હર્ષના ‘નૈષધીયચરિત’ મહાકાવ્ય તેમજ ત્રિવિક્રમના ‘નલચંપૂનો’ ઓછોવધતો પ્રભાવ ઝીલતું, શૃંગાર અને કરુણ્નું આકર્ષક નિરુપણ કરતું પ્રસાદિક આખ્યાન છે. એણે બીજું પણ ‘નાળાખ્યાન’ લખ્યું હોવાનું કહેવાય છે, પણ એ શંકાસ્પદ છે, ભાલણની નળકથાને અનુગામી જૈન-જૈનોતર કવિઓને નળવિષયક આખ્યાનો લખવા પ્રેર્યા છે. મહાભારત પ્રમાણે નળનો રાજમંદિરમાં ગુપ્ત રીતે થતો પ્રવેશ અને પછી ‘નૈષધીયચરિત’ પ્રમાણે એ અપ્રગટ નળને સખીઓ સાથે પકડી પાડવાનો કસબ એમાં સારી રીતે વર્ણવ્યો છે. દમયંતીત્યાગ પછી એની સહાયક સ્થિતિનું સવિગત વર્ણન ભારતીય નારીના મનોભાવો સાથે નિરુપાયુ છે.


ભાલણની રચનાઓમાં ‘દશ્મસ્કંદ’ અને ‘રામબાલરચિત’ સૌથી વધારે ધ્યાન ખેંચે છે.

દશ્મસ્કંદ

ભાલણે ‘દશ્મસ્કંદ’ નો અનુવાદ પદોમાં કરેલો છે, પણ એ નામભેદે કડવાં જ છે. ‘દશ્મસ્કંદ’ માં તેમેને લખેલી ‘રુક્મણીવિવાહ’ અને ‘સત્યમભામાવિવાહ’ કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે. આ સિવાય અન્ય કવિઓના પદ પણ આમાં ભળી ગયાં છે. ભાગવતની કથાને ટુંકમાં કહેવાનુ એમનુ લક્ષ હોવા છતાંં વાત્સલ્ય, શૃંગાર, અને કરુણમાંં કવિ એવા ઊંચા વ્યક્તિત્વની પ્રતીતિ કરાવે છે કે એમા દાણલીલા, માનલીલા અને ભ્ર્મરગીત પ્રેમાનંદ નરસિહ અને દયારામની એ વિષયનાં કાવ્યોની બરોબરી કરે એવા છે.

રામબાલચરિત

રામબાલચરિત એ સીતાસ્વયંવર સુધીની કથાને રજૂ કરતી ૪૦ પદવાળી કૃતિ છે. બાલસ્વભાવ અને બાલચેસ્ટાનાં સ્વભાવોક્તિભર્યા ચિત્રો અને માતૃહ્રદયની લાગણીનું તેમાં થયેલું પિરુપણ અપુર્વ છે.


↪ વિશેષતા :

    ✔  કવિ બાણ રચિત કાદંબરીનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ ભાલણે કર્યું માટે ગુજરાતી ભાષાના પ્રથમ                  અનુવાદક ભાલણ છે.

     - ભાલણે રામાયણ નો પણ અનુવાદ કરેલ છે.

     - ભાલણ વ્રજભાષામાં પદ રચના કરનાર કવિ છે.


   ✔ આખ્યાનને કડવાબદ્ધ કરવાનો શ્રેય ભાલણને જાય  છે.


➡️  પંક્તિઓ :

         -  નાવિક વળતો બોલિયો....

         -  માહરિ બુદ્ધિપ્રમાણિ બોલું થોડું સાર....

         -  વિધાતાએ વંદન રચ્યું....

     

➡️  કૃતિઓ :

        - નળાખ્યાન                          - મુર્ગી આખ્યાન

        - સપ્તશતી ચંડી આખ્યાન       - રામાયણ

        - દ્રૌપદી વસ્ત્રહરણ                 - શિવ ભીલડી સંવાદ

        - જાલંધર આખ્યાન                - ધ્રુવાખ્યાન

        - સીતા વિવાહ                       - રામબાલ ચરિત્ર 


➡️ યાદગાર રચના 

નાવિક વળતો બોલિયો, સાંભળો માહરા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિં બેસાડું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર;
અહલ્યા ત્યાં સ્ત્રી થઇ સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે? શી કરું ત્યાં પેર?

હસી વિશ્વામિત્ર બોલીયા, ચરણ–રેણે સ્ત્રી થાય ;
તે માટે ગંગાજળ લેઇને, પખાળૉ હરિ –પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજળ લેઇને, પખાળ્યા ત્યાં ચર્ણ.

ભાલણ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો