એકમ કસોટીમાં થયો મોટો ફેરફાર | Official News Letter | Latest Edutalk


એકમ કસોટીમાં થયો મોટો ફેરફાર | Official News Letter | Latest Edutalk
વિષયઃ કેન્દ્રિય કૃત યોજાતી સામયિક કસોટી (પરીક્ષા) ના બદલે શાળા કક્ષાએ લર્નિંગ આઉટકમ આધારિત

૧૦૨ તા.૧૪/૦૭/૨૦૨૨ (૨) ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની રજુઆત

શ્રીમાન,
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે આજરોજ માન. મંત્રીશ્રી (શિક્ષણ) ના અધ્યક્ષસ્થાને, માન, સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ની ઓનલાઇન ઉપસ્થિતિ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાથે જોડાયેલ અધિકારીઓ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

સદર બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના સભ્યો દ્વારા હકારાત્મક સૂચનો અને વિદ્યાર્થીઓની લર્નિંગ આઉટકમ આધારિત શૈક્ષણિક ઉપલબ્ધિઓની ચકાસણી માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાને લેતાં કેન્દ્રિયકૃત સામયિક કસોટી (પરીક્ષા) બંધ કરી તેના બદલે શાળાકીય સામયિક મૂલ્યાંકન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

જેથી, કેન્દ્રિયકૃત સામયિક કસોટી (પરીક્ષા) ના બદલે શાળાકીય સામયિક મૂલ્યાંકન પદ્ધતિ અમલી

કરવાની રહેશે. તે અંગે નીચેની મુજબની સૂચનાઓને ધ્યાને લઈ આપની કક્ષાએથી શાળાઓને જાણ કરવા

અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.

 1. સામાન્ય રીતે દરેક શાળાઓને કેન્દ્રિયકૃત રીતે નિર્માણ કરીને રાજ્યની દરેક શાળાઓને એકસરખા પ્રશ્નોની રચનાવાળી સામયિક કસોટીઓ આપવામાં આવતી હતી તેના બદલે જે તે ઘોરણના લર્નિંગ આઉટકમનું મૂલ્યાંકન કરવા માટે તે લર્નિંગ આઉંટકમ આધારિત લર્નિંગ આઉટકમના માપન માટે એક કરતા વધુ પ્રશ્નો ધરાવતી (વિધાન ધરાવતી પ્રશ્ન બેંક તૈયાર કરીને શાળાઓને આપવામાં આવશે.

2. ક્રમ-1 માં સૂચવ્યા મુજબની એક લર્નિંગ આઉટકમના માપન માટેની પ્રશ્નબેંકમાંથી દરેક શાળાએ પ્રશ્નના પ્રત્યુતર માટે સૂચવ્યા મુજબના પ્રશ્ન/પ્રશ્નો પસંદ કરીને શાળાએ પોતાની રીતે વિદ્યાર્થીઓ માટે ૨૫ ગુણની મૂલ્યાંકન શીટ તૈયાર કરી સામાયિક મૂલ્યાંકન કરવાનું રહેશે.

૩. શાળાઓએ ધોરણવાર પ્રશ્નબેંક મેળવવા માટે સમગ્ર શિક્ષા મારફતે Online Attendance Portal
( https://schoolāattendancegujarat.in/ ) તેમજ દરેક શાળાના ઇ-મેઇલ આઇડી પર પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા કક્ષાના સામાયિક મૂલ્યાંકન માટે જે દિવસ નિયત કરવામાં આવેલ હશે તે દિવસે શાળા શરૂ થવાના સમયથી એક કલાક પહેલા લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકાશે. ઉક્ત પ્રશ્નબેંકમાંથી ઉપરોક્ત ક્રમ-1 અને 2 માં સૂચવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરી મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

4. સંદર્ભદર્શિત પત્ર-1 થી મૂલ્યાંકન પધ્ધતિ માટેની અન્ય આપવામાં આવેલ સૂચનાઓ યથાવત્ રહેશે. 5. તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ શાળાને આપવામાં આવનાર પ્રશ્નબેંક ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ થશે. અન્ય માધ્યમની શાળાઓએ પસંદ થયેલ પ્રશ્નો શાળા કક્ષાએ જે તે માધ્યમમાં અનુવાદ કરી અમલી કરવાના રહેશે. તેમજ ધોરણ ૬ ની પ્રથમ ભાષા મૂલ્યાંકન શીટ જાતે તૈયાર કરી પોતાની શાળામાં અમલી કરવાની રહેશે.

6. સદર સામયિક મૂલ્યાંકન પદ્ધતિ સરકારી પ્રાથમિક શાળાઓમાં અમલી કરવામાં આવશે. બાકીની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ તેને સ્વૈચ્છિક રીતે અમલી કરી શક્શે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો