ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.
21-7-1911 બામણા – સાબરકાંઠા જિ.
અવસાન
19-12-1988 મુંબાઇ
કુટુમ્બ
માતા – નવલબેન, પિતા – જેઠાલાલ
પત્ની – જ્યોત્સ્ના, પુત્રીઓ – નંદિની, સ્વાતિ
અંગત જીવન
તેઓ ગુજરાતના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ : રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે.
અભ્યાસ
પ્રાથમિક – બામણા
માધ્યમિક – ઇડર
1928– મેટ્રિક અમદાવાદ
1936– બી.એ.- અમદાવાદ
1938– એમ.એ. – મુંબાઇ ,
શિક્ષણ
ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલ જ્યાં ઉમાશંકર જોશીએ અભ્યાસ કર્યો હતો
તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.
વ્યવસાય
શરુઆતમાં શિક્ષક
1939-46 – ગુજરાત વિદ્યાસભામાં અધ્યાપન
1954- 1979– ગુજરાત યુનિવર્સીટીમાં અધ્યાપન અને છેલ્લે કુલપતિ
1979-81– વિશ્વભારતીના કુલપતિ
1978– દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ
ગુજરાતી માસિક ‘સંસ્કૃતિ’ ના તંત્રી
પ્રદાન/ મુખ્ય કૃતિઓ
ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર, સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ
કવિતા– વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ
એકાંકી– સાપનાભારા, હવેલી
વાર્તાસંગ્રહો– શ્રાવણી મેળો, વિસામો
નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
સંશોધન – પુરાણોમાં ગુજરાત
વિવેચન – ‘અખો’ એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત ,
સર્જન
ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, જુલાઈ ૨૦૧૮
મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
સંશોધન – પુરાણોમાં ગુજરાત , 'અખો' એક અધ્યયન ;
વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી)
બાળગીત - સો વરસનો થા
સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ
જીવન
સ્વાતંત્ર્ય સંગ્રામમાં કારાવાસ
આજીવન ગાંધીવાદી, શિક્ષણકાર, અને ગુજરાતી સાહિત્ત્યના વિવિધ પ્રકારોમાં ઉચ્ચતમ પ્રદાન
રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત
પ્રમુખ – ગુજરાતી સાહિત્ય પરિષદ – ૧૯૬૮
પ્રમુખ – સાહિત્ય અકાદમી -ગુજરાતી – ૧૯૭૮-૧૯૮૨
ઉપ કુલપતિ – ગુજરાત યુનિવર્સિટી – ૧૯૭૦
રાજ્યસભાના સભ્ય – ૧૯૭૦-૧૯૭૬
સન્માન
1939– રણજિતરામ સુવર્ણ ચંદ્રક
1947– નર્મદ સુવર્ણ ચંદ્રક
1973– દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
1967- જ્ઞાનપીઠ પુરસ્કાર
1968 – કન્નડ કવિ કે.વી. પુટપ્પા સાથે જ્ઞાનપીઠ એવોર્ડ
કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રીજ, હિંમતનગર
1963 - ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
1973 - સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ
સભ્યપદ/હોદ્દાઓ
સભ્ય - નેશનલ બુક ટ્રસ્ટ - ૧૯૬૫
સભ્ય - કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિ - ૧૯૬૬
પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૬૮
પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી - ૧૯૭૮-૧૯૮૨
ઉપ કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી - ૧૯૭૦
રાજ્યસભાના સભ્ય - ૧૯૭૦-૧૯૭૬
કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટી - શાંતિનિકેતન - ૧૯૭૯-૧૯૮૨
પ્રમુખ - દિલ્હી સાહિત્ય અકાદમી - ૧૯૭૮-૧૯૮૩
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો