જન્મ : 21-07-1911 અરવલ્લી જિલ્લાના બામણા ગામમા
અવસાન : 19-12-1988 મુંબઈ
ઉપનામ : વાસુકિ, શ્રવણ, વિશ્વશાંતિ ના કવિ
પૂરું નામ : ઉમાશંકર જેઠાલાલ જોષી
માતા : નવલ બેન
પિતા : જેઠાલાલ કમળજી જોષી
ભાઈ : રામશંકર, છગનલાલ, ચુનીલાલ, પ્રાણજીવન, કાંતિલાલ, દેવેન્દ્ર
બહેનો : જશોદાબેન, કેસરબેન
પત્ની : જ્યોત્સ્ના બેન
પુત્રી : નંદની, સ્વાતિ
કૃતિ :
કાવ્યસંગ્રહ :
- વિશ્વશાંતિ
- ગંગોત્રી
- નિશીથ
- પ્રાચિના
- આતિથ્ય
- વસંતવર્ષા
- મહાપ્રસ્થાન
- અભિજ્ઞા
- ધારાવસ્ત્ર
- સપ્તપદી
(આ બધા કાવ્ય ‘સમગ્ર કવિતા’ નામે એક ગ્રંથરૂપે પ્રગટ થયા છે.)
પદ્યનાટકના સંગ્રહો :
- પ્રાચિના
- મહાપ્રસ્થાન
સંશોધનગ્રંથ :
- પુરાણોમાંગુજરાત
- ‘અખો’ એક અધ્યન
- ક્લાન્ત કવિ
વિવેચનગ્રંથો :
- આખો : એક અધ્યાન
- શૈલી અને સ્વરૂપ
- સમસંવેદન
- કવિની સાધના
- શ્રી અને સૌરભ
- કવિની શ્રધ્ધા
- અભિરુચિ
- નિરીક્ષા
- પ્રીતિશબ્દ
- શબ્દની ભક્તિ
- નિશ્ચેતા મહેલમાં
નવલિકાગ્રંથો-વાર્તા સંગ્રહ :
- શ્રાવણી મેળો
- વિસામો
- ત્રણ અડધું બે
નવલકથા :
- પારકા જણ્યા
નિબંધસંગ્રહો :
- ગોષ્ઠિ
- ઉઘાડી બારી
- શિવસંકલ્પ
પ્રવાસપુસ્તકો :
- આંદામાનમાંટહુકયા મોર
- યુરોપ યાત્રા
- ચીનમાં 54 દિવસ
- યાત્રી
એકાંકી સંગ્રહો :
- સાપના ભારા
- હવેલી
- શહીદ
ચારિત્રાત્મક સંગ્રહ :
- હ્રદયમાં પડેલી છબીઓ ભાગ -1 અને 2
- ઈસામું શીદા અને અન્ય
અનુવાદ :
- શાંકૂતલ
- ઉતર રામચરિત્ર
- ગુલે પોલાંદ
ચિંતન :
- ઈશાવાસ્યોપનિષદ
બાળગીત :
- સૌ વરસ નો થા
સંપાદન :
- કલાન્ત કવિ( કવિ બાલ શંકરના કાવ્યો)
- અખાના છપ્પાં
- સ્વપ્નપ્રયાણ
- મ્હારા સોનેટ
- કાવ્યાયન
- પ્રતિભા અને પ્રતિભાવ
- સર્જક ની આંતરકથા
સન્માન :
- તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો
- કન્નડ કવિ કે.વી. પુટપ્પાં સાથે સંયુક્તરૂપે જ્ઞાનપીઠ એવોર્ડ
- ‘નિશીથ’ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો
- ‘કવિની શ્રદ્ધા’ વિવેચનગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો
- સોવિયેટ લેન્ડ નહેરુ પુરસ્કાર
- કુમાર આશન પુરસ્કાર
- નર્મદ સુવર્ણચંદ્રક
- ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર
પંક્તિઓ :
- વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી, માથે ઘરું ધુર વસુંધરાની
- મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરિ મોરિ રે
- ધન્યભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી
- વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વાનોની છે વનસ્પતિ
- ભોમિયો વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી
- ભૂખ્યા જનો નો જઠરાગ્નિ જાગશે, ખંડેર ની ભસ્મકણી ન લાધશે
- ત્રણ વાના મુજને મળીયા, હૈયું, મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું
- મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈક હું જિંદગીમાં
- મોતઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છુ
- સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કા ગુલામ?
અન્ય માહિતી :
- ગુજરાત યુનિવર્સિટી ના ઉપકુલપતિ તેમજ ‘વિશ્વભારતી’ શાંતિનિકેતન જેવી સંસ્થાઓના કુલપતિપદે તેમણે સેવા આપી છે
- તેમણે ભારતીય સાહિત્ય અકાદમીના પ્રમુખની જવાબદારી પણ સાંભળી છે
- નેશનલ બૂક ટ્રસ્ટ ના સભ્ય
- કેન્દ્રિય ભાષા સલાહકાર સમિતિ ના સભ્ય
- ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ
- સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાત ના પ્રમુખ
- દિલ્હી સાહિત્ય અકાદમી ના પ્રમુખ
- રાજ્ય સભાના સભ્ય
- ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘સંસ્કૃતિ’ના તંત્રી
- કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચારિત્ર, અનુવાદ તેમજ સંપાદનક્ષેત્રે એમનું પ્રદાન નોધપાત્ર છે
- પ્રકૃતિ, પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગંભીર વિષયો એમના કાવ્યમાં છે વિષયવૈવિધ્યતા સાથે વિષયનિરૂપણ ની વિવિધતા એમાં અંકિત છે, જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે
- તેમના જીવન પર રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી ની અસર પડી છે
- તેમણે ઇડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો પ્રાથમિક બમણા માં અને માધ્યમિક ઇડરમાં કર્યો
- ગુજરાત કોલેજ અને એલફિન્સટન કોલેજ માં અભ્યાસ કર્યો હતો
- અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે અમદાવાદ માં બી.એ. કર્યું
- સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈ ની એલ્ફિસ્ટન કોલેજ માં એમ.એ. કર્યું
- જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી છે
- સ્વતંત્ર સંગ્રામમાંકાલવાસ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો