Jalan Matri | જલન માતરી






        q  તેમનું મુળનામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન અને જલન તેમનું ઉપનામ હતું.

q  જન્મ લી સપ્ટેમ્બર ૧૯૩૪માં ખેડા જીલ્લાના માતર ગામમાં થયો હતો.

q  તેમના પિતાનું નામ સઆદુદ્દીન અલવી અને

q  માતા ઉમરાવ બેગમ. પત્નીનું નામ દુર્રેશહવાર હતું.

q  જલન સાહેબે ૧૯૫૩માં મેટ્રિકની પરીક્ષા અંગ્રેજી શાળામાં પાસ કરી.

q  ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપૉર્ટ કોર્પોરેશન સેવામાં જોડાઈને ઓફિસ સુપરિન્ટેન્ટના હેડથી સન ૧૯૯૨માં નિવૃત્ત થઇ ત્યાર ત્યારબાદ સાહિત્ય સેવામાં મગ્ન રહ્યા હતા.    

q  ગુજરાતના નામાંકિત શાયર જલન માતરીનું અમદાવાદમાં ૨૫/૦૧/૨૦૧૮ને ગુરુવારે અવસાન થયું હતું

q  તેઓ ૮૪ વર્ષની ઉંમરના હતા. તેમને છેલ્લા મહિનાઓથી શ્વાસની તકલીફ હતી.

q  તેઓ બાથરૂમમાં અશક્તિને કારણે પડી ગયા હતા, ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ વધારે ઉંમરને કારણે તેમનું અવસાન થયું હતું.

q  સમાચારથી સાહિત્ય જગતમાં ઉંડા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

q  તેમના નિધનથી સાહિત્ય અને ગુજરાતી ગઝલક્ષેત્રે એક પુરાય તેવી ખોટ પડી.

q  જલન માતરીની બીજે દિવસે તેમના મુળવતન ખેડા પાસેના માતર ગામે અંતિમ ક્રિયા થઇ હતી.

q  જલન માતરીએ સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ પર નઝમ લખી હતી, જે તેમની છેલ્લી કૃતિ હોવાનું જાણવા મળ્યું હતું.


સર્જન

v  પ્રસિદ્ધ ગઝલ સંગ્રહો

q  જલન,

q  શુકન,

q  સુખવતર,

q  તપીશ

q  સર્જન

q  જીવન કથા  

q  ઊર્મિની ઓળખ ભાગ--,

q  ઊર્મિનું શિલ્પ,

q  ઉઘડી આંખ બપોરે રણમાં


  સન્માન

q  આત્મકથાને સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક,

q   વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલસંગ્રહ એવોર્ડથી સન્માનિત હતા.

q  તેમને નરસિંહ મહેતા એવોર્ડ૨૦૧૬ અર્પણ થયો હતો.

 

 યાદગાર શે

q  શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.

q  ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

q  રહે છે આમ તો શયતાનના કબજા મહીં તો પણ,

q      ‘જલનને પૂછશો તો કેશે બંદા ખુદાના છે.

q  કોઈનો   એબ  જોવા   વેડફો  ના   તેજ   આંખોનું, કે  એણે  આંખ  આપી  છે  તો  સારું  દેખવા  માટે.

q  કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,

q     જલનની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

q  હું જો અનુકરણ કરું તો કરું યે શું ? અહીંયાં મરી જવાનો પ્રથમથી રિવાજ છે.

q  હશે તો ઊઠી દોડવા માંડશે, તુ પ્રારબ્ધને લાત મારી તો જો

q  દુઃખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;

q  હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

q  દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે પછી લશ્કર નહીં આવે.

q  પણ હતો સમય, હતાં મુજ પર દુઃખો સવાર,

q      પણ સમય છે, પોતે દુઃખો પર સવાર છું.

q  સુખ જેવું જગમાં કંઇ નથી જો છે તો છે,

q     સુખએ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

q  હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,

q     જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

q  કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

q  સજા દેતો નથી પાપીઓને એટલા માટે,

q     મરીને જગતમાંથી બીજે ક્યાં જવાના છે ?

q  કયામતની રાહ એટલે જોઉ છું,   કે ત્યાં તો જલન મારી મા પણ હશે.


પ્રશ્નો

q  .જલન માતરીનો જન્મ ક્યાં થયો હતો ?

-ખેડા જીલ્લાના માતર ગામમાં

q  .જલન માતરીના ગઝલ સંગ્રહનું નામ જણાવો ?

  -‘જલન,  ‘શુકન,  ‘સુખવતર,  ‘તપીશ

q  .જલન માતરીને ૨૦૧૬માં કયો એવોડ આપવામાં આવ્યો?

  -નરસિંહ મહેતા એવોર્ડ

q  .જલન માતરીનું અવસાન કઈ તારીખે થયું હતું?

  -૨૫ જાન્યુઆરી ૨૦૧૮માં

q  .શ્રદ્ધાનો વિષય હો તો પુરાવાની શી જરૂર છે કુરાનમાં ક્યાં પેગમ્બરની સહી છે ? શે કોનો છે ?

  -જલન માતરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો