અખો ભગત | Akho Bhagat





 નામ

  • અખો સોની

જન્મ

  • આશરે – 1600   ; જેતલપુર – અમદાવાદ  જિ.

અવસાન

  • આશરે – 1655 – અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – રહીયાદાસ

વ્યવસાય

  • સોનીકામ

જીવન ઝરમર

  • બહેને સોનાની બાબતમાં અવિશ્વાસ પ્રગટ કરતાં જીવનમાં પરિવર્તન,
  • ‘અખા’ ના ચાબખા જેવા છપ્પા તેની વિશેષતા
  • ગુજરાતી ઉપરાંત હિંદી અને વ્રજભાષામાં રચનાઓ
  •  ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.


મુખ્ય રચનાઓ

  • ધાર્મિક– અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, કૃષ્ણ ઉધ્ધવ સંવાદ, પંચીકરણ, અનુભવ બિંદુ, ગુરૂ- શિષ્ય સંવાદ ,
  • સમાજ સુધાર – સામ્પ્રત સમાજ અને ધાર્મિક દંભ પર ચાબખા મારતા 750 જેટલા છપ્પા

સાભાર

  • ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
  • ચિત્ર – સ્વ. રવિશંકર રાવળ


સર્જન

છપ્પા

આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે.[૩] જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.

જાણીતી રચનાઓ

  • પંચીકરણ
  • અખેગીતા
  • ચિત્ત વિચાર સંવાદ
  • ગુરૂ શિષ્ય સંવાદ
  • અનુભવ બિંદુ
  • બ્રહ્મલીલા
  • કૈવલ્યગીતા
  • સંતપ્રિયા
  • અખાના છપ્પા
  • અખાના પદ
  • અખાજીના સોરઠા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો