2. Gujarati Nibandh Bhrashtachar | ગુજરાતી નિબંધ ભ્રષ્ટાચાર


 





2. ભ્રષ્ટાચાર


           જે કર્યો કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે : ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવાદી કેન્સર બન્યું છે, જેમાંથી મુક્ત થવું ઘણું કપરું જણાય છે.

 

              ભારતમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર એ જ એકમાત્ર રસ્તો હોય એવું લાગે છે. નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. મોટા નેતાઓ બહારથી સારો દેખાવ કરે છે અને અંદર પેટે મોટી-મોટી કંપનીઓને ભારતની સંપત્તિ વેચીમારે છે. નાના મોટાં કાયદેસરનાં કે બિનકાયદેસરનાં કામો કરાવવા લોકો ભ્રષ્ટાચારીઓની જળમાં ફસાય છે. જે લાંચ ન આપવામાં મક્કમ રહે છે તેને પોતાનું કામ કરાવવું મુશ્કેલ થઇ પડે છે.

              આજે બિલ્ડરો, દારુના અડ્ડાવાળાઓ, પોલીસતંત્ર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, શાળાકોલેજના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેમાં પરસ્પર સાંઠગાંઠ હોય છે. આથી ભ્રષ્ટાચાર વધુ ને વધુ ફેલાતો જાય છે. નબળાં બાંધકામો થાય છે, ખુલ્લઆમ દારુ વેચાય છે, ઓછી ગુણવત્તાવાળો માલ પધરાવી દેવાય છે. ચીજવસ્તુઓના બધુ ભાવ લેવાય છે, નકલી દવાઓ અને નકલી ચીજવસ્તુઓ ખેલ્લેઆમ બજારમાં મુકાય છે. ટૂંકમાં, ભ્રષ્ટાચારીઓ મનુષ્યના કીમતી જીવન સાથે ચેડાં કરે છે. તેઓનો સ્વાર્થ સધાતો હોય તો મનુષ્યનું જે થવું હોય તે થાય તેમણે માનવજીવનની કંઈ જ પડી નથી. બાળકોના મધ્યાહ્ન ભોજન કે ઢોરોના ચારાના પૈસા ચરી જતાં ભ્રષ્ટાચારીઓ જરાય શરમ અનુભવતા નથી ! ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તોની સહાયમાંથી પણ ભ્રષ્ટાચારીઓ કટકી કરી લે છે કે સહાયમાં આવેલી વસ્તુઓ વગે કરી દે છે.

              ભ્રષ્ટાચાર ફેલાવાના અનેક કારણો છે. આજે મનુષ્યે નીતિને નેવે મૂકી દીધી છે. તે ઓછી મહેનતે વધુ પૈસા મેળવવા ઈચ્છે છે. તે ભૌતિક સમૃદ્ધિ મેળવી સમાજમાં મોટા દેખાવાનું પસંદ કરે છે. તેને કોઈ વાતનો સંતોષ રહ્યો નથી. ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે.



              ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધ:પતન થતું જાય છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તે માટે સમજે જાગ્રત થવાની જરૂર છે. સાદા અને પ્રમાણિક જીવનને મહત્ત્વ અપાવું જોઈએ. મહેનતનો જ રોટલો મેળવવાનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. વળી, ભ્રષ્ટાચારીને આંકરામાં આંકરી સજા થાય તો જ લોકો ભ્રષ્ટાચાર કરતાં ડરશે. વળી, લોકોએ પણ ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતાં તેમને ખુલ્લા પાડવા જોઈએ. ભ્રષ્ટાચાર ભગવો- ભારત બચાવો.

              ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી રાષ્ટ્રને ઉગારવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ. સૌના સહિયારા દૃઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે.

 


Gujarati Sahitya

Thank You

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો