જન્મ : 21-01-1820 (સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામ)
અવસાન : 25-03-1898 (અમદાવાદ)
મૂળ નામ : કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી
ઉપનામ : કવિશ્વર (એલેક્ઝાંડર ફાર્બસે બિરુદ આપ્યું), લોકહિત ચિંતક, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણી નો વકીલ, અર્વાચીન યુગનો કૂકડો, ગરબી ભટ્ટ (નર્મદે આપેલું બિરુદ), સમર્થ ઉપકવિ (વિજયરાય વૈધ કહ્યું)
જ્ઞાતિ : શ્રીમાળી બ્રાહ્મણ
પિતા : ડાહ્યાભાઈ
માતા : અમૃતબા
પત્ની : રેવાબેન
પુત્ર : ન્હાનાલાલ કવિ
ધાર્મિક ગુરુ : ભૂમાનંદ સ્વામી
સાહિત્ય ગુરુ : દેવાનંદ સ્વામી
વખણાતું સાહિત્ય :
હડૂલા (ઉખાણા પ્રકાર નું સાહિત્ય)
કૃતિઓ :
કવિતાઓ :
- ➽ બાપાની પિંપળ (પ્રથમ કવિતા) 1845
- ➽ ફાર્બસ વિરહ (પ્રથમ કરુણાપ્રશસ્તિ) 1865
- ➽ વેન ચરિત્ર
- ➽ હુન્નર ખાનની ચઢાઈ ( અર્વાચીન ગુજરાતી સાહિત્ય નું પ્રથમ દેશ ભક્તિ કાવ્ય)
- ➽ કાવ્ય દોહન (પ્રથમ કાવ્ય સંગ્રહ)
- ➽ હોપ વાંચનમાળા
- ➽ માંગલિક ગીતાવલિ
- ➽ માના ગુણ
- ➽ દલપત કાવ્યો ભાગ- 1,2 (1879, 1896)
નિબંધ :
- ➽ ભૂત નિબંધ – 1850
- ➽ જ્ઞાતિ નિબંધ (પ્રથમ સામાજિક નિબંધ(ગુરુ શિષ્યના સંવાદ દ્રારા)) 1851
- ➽ બાળ વિવાહ
- ➽ પુનર્વિવાહ -1852
- ➽ શહેરસુધારાઈનો નિબંધ – 1858
નાટક :
- ➽ મિથ્યાભિમાન (પ્રથમ હાસ્ય અને મૌલિક નાટક) 1869 (જીવરામ ભટ્ટ પાત્ર)( દલપતરામે આ કૃતિ ને ‘ભૂંગડ વિનાની ભવાઇ’ કહી છે)
- ➽ લક્ષ્મી (પ્રથમ નાટક (ગ્રીક નાટયકાર એરિસ્ટોફેનિસ ની કૃતિ પ્લુટોસ નું અનુવાદિત રૂપાંતરિત નાટક)) 1850
- ➽ સ્ત્રીસંભાષણ - 1854
- ➽ ગંગાબાઈ જમનાબાઈની વાત
વ્રજ ભાષામાં :
- ➽ વ્રજ ચાતુરી
વાર્તા સંગ્રહ :
- ➽ તાર્કિક બોધ (પ્રથમ વાર્તા સંગ્રહ) – 1865
- ➽ દૈવજ્ઞદર્પણ – 1873
વ્યાકરણ :
- ➽ દલપત પિંગળ – 1862
- ➽ અલંકારાદર્શન – 1948
સન્માન :
- ➽ બ્રિટીશ સરકાર તરફથી સી.આઇ.ઇ ઈલ્કાબ
- ➽ ‘વર્ધમાન માનવ સેવા ટ્રસ્ટ’ દ્રારા ‘કવિશ્વર દલપતરામ એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે
પંક્તિઓ :
- ➽ સાંભળી શિયાળ બોલ્યો, દાખે ‘દલપતરામ ‘ અન્ય નું તો એક ચ્હે આપના અઢાર છે
- ➽ હતો હું સૂતો પારણે પુત્ર નાનો
- ➽ શિયાળે શીતળ વા વાય પાનખરે ઘઉં પેદા થાય
- ➽ કેડે થી નમેલી ડોશી દેખીને જુવાન નર (ગીત)
- ➽ પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
- ➽ કરતાં ઝાળ કરોળિયો ભોય પડી પછડાય
- ➽ એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી
- ➽ ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી
- ➽ જોયા બે જૂના જોગી રે કહે સૈયર તે કોણ હશે? (ગરબી)
- ➽ સૌ જાય શેરબજારમાં રે, જાણ સૌ જાય શેરબજારમાં
- ➽ સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠી રાણી
- ➽ માનવજાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિયાં
- ➽ અક્કલ ઉધારે ના મળે, હેત ના હાટ વેચાય
- ➽ ટોપમાં તો ગોળો જોઈએ બંદૂક માં હોય ગોળી
- ➽ ભોળો ભાભો
- ➽ ભાદરવા નો ભીંડો
- ➽ માંખીનું બચ્ચું
- ➽ ઓ ઈશ્વર ભજીયે તને મોટું છે તુજ નામ
- ➽ દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર
- ➽ લાંબા જોડે ટુકો જાય મરે નહીં તો માંદો થાય
- ➽ ભણતા પંડિત નીપજે લખતા લહિયો થાય
- ➽ મરતા સુધી મટે નહી પડી ટેવ પ્રખ્યાત
- ➽ આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત શણગાર સજાવું
- ➽ લાખો કીડી પર લાડવો આખો મેળો તો મારી જાય
- ➽ જ્યાં આદર જ્યાં આવકાર જ્યાં નૈનામાં નેહ
અન્ય માહિતી :
- ➽ કવિશ્વર દલપતરામ અર્વાચીનયુગ ના સુધારકયુગ (નર્મદ યુગ)ના સૌ પ્રથમ કવિ ગણાય છે (અર્વાચીન ગુજરાતી સાહિત્ય નો સમયગાળો 1855 થી 1955 સુધીનો ગણાય છે)
- ➽ અગ્નિહોત્રી પિતા પાસે વેદ, સંહિતા, વૈદિક કિયામાન વગેરે શીખી સજ્જ થયેલા દલપતરામે અંગ્રેજી સંસ્કૃતિને પણ આવકારી
- ➽ ચૌદ વર્ષની ઊગતી વયથી તેઓ નીતિપરાયણ નિર્મળ અને ધર્મવંતા હતા
- ➽ સ્વામી નારાયણ સંપ્રદાયના સદગુરુ ભૂમાનંદ સ્વામી તથા કાવ્યગુરુ દેવાનંદ સ્વામીના હાથે તેમનું ઘડતર થયું. તેઓ પ્રજા પુરોહિત હતા
- ➽ નવયુગ ની મંગળઘંટા ગુજરાતભરમાં વગાડનાર કવિ સો ટચના સોના જેવા છે
- ➽ ફાર્બસે તેમણે વઢવાણથી નોતર્યા અને અમદાવાદમાં સંસ્કૃતિઓના સંગમઘાટને ઓવારે પ્રજાકેળવણીના સારસ્વત યજ્ઞના આચાર્યપદે સ્થાપ્યા
- ➽ તેઓ નવયુગ ના પ્રથમ કવિ, ઇતિહાસ સંશોધક, ગદ્યલેખક, પ્રજસેવક, નાટયકાર, પિંગળકાર, નવલિકાકાર, અને સ્વદેશી પોકારનાર દેશભક્ત હતા
- ➽ દલપતકાવ્ય બે ભાગમાં પ્રસિદ્ધ છે, તેમના પદ્યમાં અર્થ અને શબ્દ ચમત્કૃતિ, ઉપમા, ઉત્પ્રેક્ષા, પ્રસો-અનુપ્રાસો, યમકઝમક વગેરે સમાયેલા છેજે તેમના કવિ કૌશલ્ય ને પ્રકટ કરે છે
- ➽ બાળપણથી પ્રાસ્તાત્વવાળી હડૂલા જેવી રચના કરવાનો શોખ હતો
- ➽ શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પકારની ‘હીરાદંતી’ અને ‘કમળલોચન’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી પરંતુ ચૌદ વર્ષની ઉમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે વાર્તાઓ બાળી નાખી. જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો
- ➽ સ્વામી દેવાનંદ પાસે કાવ્યશાસ્ત્ર, છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ કર્યો અને સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો
- ➽ દલપતરામે ત્રણ વાર લગ્ન કર્યા હતા
- ➽ દલપતરામ ના પિતા ડાહ્યા વેદિયા ના નામે ઓળખાતા હતા જે વૈષ્ણવ ધર્મમાં માનતા હતા
દલપતરામ શિધ્ર કવિ ગણાય છે
- ➽ ચોવીસ વર્ષની ઉમરે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃત વિશેષ અભ્યાસ માટે આવ્યા, તે દરમિયાન ભોળાનાથ સારાભાઇ સાથે પરિચય થયો, 1848 માં ભોળાનાથની ભલામણ થી અમદાવાદ આસિસ્ટન્ટ જજ એલેકઝાંડર કિન્લોક ફોર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફોર્બસના શિક્ષક બન્યા અને ફોર્બસ સાથે ની મિત્રતા વધી, પાંચેક વર્ષ ફોર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રસમાળા” ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમજ શિક્ષણ અને નવજાગૃતિ સારું ફોર્બસ ના સહભાગી બન્યા. 1854 માં ફોર્બસ ઇંગલેંડ ગ્યાં ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી, પરંતુ 1855 માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કાટિંસ સાહેબના સુચનથી અને ફોર્બસની વિનંતીને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાસ’ (પ્રથમ તંત્રી) માસિકની જવાબદારી સંભાળી.
- ➽ દલપતરામે અને એલેક્ઝાંડર ફાર્બસ મળી 26-12-1848 માં ‘ગુજરાત વર્ણાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી, આ સંસ્થા આજે ‘ગુજરાત વિદ્યા સભા’ તરીકે જાણીતી છે ‘બુધવાર’ ગુજરાતી ભાષાનું પ્રથમ અઠવાડિક પત્ર આ સંસ્થા બહાર પાડે છે, ‘રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇસ્કૂલ’ ની સ્થાપના અમદાવાદમા આ સંસ્થા એ કરી(1892),’બુદ્ધિપ્રકાશ’ નામ નું માસિક 1850 થી આ સંસ્થા દ્રારા બહાર પાડવામાં આવે છે
- ➽ 1858 માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી
- ➽ 1879 માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃતિ લીધી
- ➽ ફાર્બસ સાહેબ માટે ‘રસમાળા’ ની સામગ્રી માટે પરિભ્રમણ કર્યું
- ➽ ગુજરાત વર્ણાકુલર સોસાયટીમાં મંત્રી રહ્યા
- ➽ 1855 માં બુધ્ધિપ્રકાસ નું સંપાદન અને તંત્રી તરીકેનું કામ કર્યું
- ➽ 1858 માં ‘હોપ’ વાંચનમાળાની કામગીરીમાં મદદ કરી
- ➽ અર્વાચીન ગુજરાતી કવિતામાં સુધારા યુગ ના તેઓ અગ્રણી કવિ છે
- ➽ કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક વગેર ક્ષેત્રે પ્રદાન છે
- ➽ વૈદિક કર્મકાંડ છોડી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો
- ➽ ‘દલપતકાવ્ય’ ભાગ 1,2 (1879,1896) ના સંગૃહીત કાવ્યો પૈકી ના ઘણા અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલી પરંતુ એ દરેકની પહેલી પ્રકાશન સાલ ચોક્કસ પણે અત્યારે ઉપલબ્ધ નથી
- ➽ અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ 1845 માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે
- ➽ ગરબીપદ જેવી ટૂકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે રચી છે
- ➽ ‘વેણ ચરિત્ર’ ને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી
- ➽ ‘કવિતા વિલાસ અથવા ફાર્બ્સ વિલાસ’ અને ‘વિજયવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે
- ➽ જીવનના પાછલા વર્ષોમાં રચાયેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવનકાર્યો નો મહિમા કરતી ‘હરિલીલામૃત’ ભાગ-1,2 પ્રગટ કર્તૃત્વ આચાર્ય બિહારીલાલજી નું છે, પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે
- ➽ વિવિધ છંદોમાં સંકલિત ‘તખ્તવિલાસ’ ભાગ-1,2 માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના કર્યોની પ્રકાશિત છે પરંતુ દલપતરામની લાંબી રચનાઓમા સૌથી વિશેષ રસાવહ કૃતિ ‘ફાર્બસવિરહ’ છે
- ➽ દલપતરામે કાવ્ય સર્જન માટે સાહિત્ય માં નવો છંદ રચ્યો જેનું નામ છે ‘મનહર છંદ’ એના 31 અક્ષર હોય છે
- ➽ દલપતરામે ગુજરાતી સાહિત્યમાં એક નવો સાહિત્ય પ્રકાર રચ્યો ‘હડૂલા’ જેમાં પ્રાસ વાળા જોડકા હોય છે
- ➽ જન્મથી માંડીને લગનજીવન સુધી સ્ત્રીઓ એ ગાવાના ગીતો દલપતરામની ‘માંગલિક ગીતાવલિ’ માં જોવા મળે છે
- ➽ દલપતરામે તત્કાલિન વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડ ના દરબાર માં ‘રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ’ તરીકે ઓળખાણ આપી હતી
- ➽ અંગ્રેજ સરકારે તેમણે બહુમાન કરવા ‘કંપેનિયન ઓફ ઈન્ડિયા’ નો ખિતાબ આપ્યો
- ➽ સૌ પ્રથમ એમને સુરત માં ‘એંડુંઝ’ લાઈબ્રેરી ની સ્થાપન કરી – 1850, જે ગુજરાત ની પ્રથમ લાઈબ્રેરી છે
- ➽ દલપતરામે અમદાવાદનાં શેઠ હીરાભાઈ પાસે થી ત્રણ હજારનું દાન લઈ હિમા ભાઈ ઇન્સિટ્યુટ ની સ્થાપના કરી જે અમદાવાદ માં હાલ માં નિટીવ લાઈબ્રેરી તરીકે ઓળખાય છે
- ➽ અમદાવાદમાં હરકુવર શેઠની પાસેથી મોટી દાનની રકમ લઈ સૌ પ્રથમ કન્યા શાળા શરૂ કરી
- ➽ દલપત કાવ્ય (1879 –ભાગ-1)(1885 –ભાગ-2) પદ્ય માં છે જેમાં બાપાની પિંપળ, વેનચરિત્ર, વિજયવિનોદ ,હુન્નરખાન ની ચડાઈ, સંપલક્ષમીસંવાદ,ફાર્બસ વિલાસ, ફાર્બસ વિરહ, વગેરે નો સમાવેશ થાય છે
- ➽ 1850 માં લક્ષ્મી નાટક લખ્યું જે ગ્રીક નાટયકાર એરિસ્ટોફેનિસ ની કૃતિ પ્લુટોસ નું અનુવાદિત રૂપાંતરિત નાટક છે અને 1870 માં મિથ્યાભિમાન નાટક છે, 1862 માં લખેલ દલપત પિંગલ, અલંકારાદર્શ, વિદ્યાબોધ, કથનસપ્તશતી, ઉપરાંત એમને લખેલા નિબંધ માં ભૂતનિબંધ, જ્ઞાતિનિબંધ, બાલાવિવાહ નિબંધ, દૈવજ્ઞદર્પણ, વગેરે નો સમાવેશ થાય છે, કાવ્યદોહન, શામળ સતશઈ, કથનસપ્તશતી, અને રત્નમાળ, એમના સંપદાનો છે, એમના અન્ય પ્રકિર્ણ પુસ્તક માં તાર્કિક બોધ, સ્ત્રી સાંભરણ, પ્રેમાનંદ-શામળ વગેરે છે, તેમની અન્ય રચનાઓ માં પ્રવીણ સાગર એમનું ભાષાંતર છે god save the king નો એમને અનુવાદ કર્યો છે અને શ્રવણ આખ્યાન, જ્ઞાનચાતુરી વગેરે એમના વ્રજ ભાષા માં કરેલા સર્જન છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો