જન્મ : ઇ.સ. 16-08-17777 માં નર્મદાકાઠે આવેલ ચાણોદ ગામમાં (ડભોઇ –વડોદરા)
વતન : ચાંણોદ
અવસાન : ઇ.સ 1852
પૂરું નામ : દયારામ પ્રભુરામ ભટ્ટ
મૂળ નામ : દયાશંકર
ઉપનામ : ગરબીના પિતા, ગરબી સમ્રાટ, રસિક શૃંગાર કવિ, બીજી મીરા, બંસી બોલનો કવિ (ન્હાનાલાલ દ્રારા), નાચતી કિલ્લોલતી ગોપી (ન્હાનાલાલ દ્રારા), ભક્ત કવિ, ગુજરાતની ગોપી(ન્હાનાલાલ), પ્રચિંનતાના મોતી વર્સતા છેલ્લા રસમેધ કવિ(ન્હાનાલાલ), નિતાંત શૃંગાર કવિ (કનૈયા લાલા મુનશી), ‘દયારામ એટલે નરસિંહ મહેતાની પ્રારંભ પામેલી મદ્યકાલીન કવિતા નું જાણે કે પૂર્ણ વિરામ છે(કનૈયા લાલ મુનસી), આદિ કવિ નરસિંહ મહેતા અને પ્રાચિનામાં છેલ્લા કવિ દયારામ બંને નાગર હતા(કનૈયા લાલા મુનશી), ગરબીઓથી ઘેર ઘેર જાણીતા હતા (કનૈયાલાલા મુનસી), વ્યાકુળ વૈષ્ણવ ( ઉશનસ), ગરબીનો પિતા (નરસિંહ દિવેટિયા)
પિતા : પ્રભુરામ પંડિયા
માતા : રાજકોર
બહેન : ડાહીગૌરી
નાનો ભાઈ : મણિશંકર
ગુરુ : ઈચ્છારામ ભટ્ટ
કૃતિઓ :
- તત્વ પ્રબંધન (ગુરુની પ્રેરણાથી)
- રસિક વલ્લભ, ધર્મનીતિસાર,ગુરુ શિષ્ય સંવાદ
- શોભા સલૂણાં શ્યામની
- પ્રેમરસગીતા
- લોચન-મનનો રે, કે ઝઘડો લોચન-મનનો (કાવ્ય)
- કૃષ્ણલીલા
- સત્યભામા વિવાહ
- ઋકમની વિવાહ
- ગુરુ શિષ્ય સંવાદ
- દાણાચતુરી
- દયારામ રસધા
- શ્યામ રંગ સમીપે ન જાવ
- હવે સખી નઇ બોલું
- ઓ વ્રજ નારી!
- અજામિલાખ્યાન(આખ્યાન)
પંક્તિઓ :
- વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું.
- ઓ વાસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને
- પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા
- જો કોઈ પ્રેમ-અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે
- ઘેલી મુને કીધી શ્રી નંદજીના નંદે
- હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મનો અવતાર
- કાનુડો કામણગારો
- હું શું જાણું જે વ્હાલે મૂજમાં શું દીઠું
- ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ
- નટવર નીરખ્યા ને’ન તે
- ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રે
- હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે!
- ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે?
અન્ય માહિતી :
- એમણે ત્રણ વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી
- વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચના કરી હતી
- ભક્તકવિએ લખલી ક્રુષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે.
- એમની ગરબીમાં ભાવની મધુરતા છે અને અભિવ્યકત કરતી ભાષા રસભરી અને મીઠી છે
- ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લીક પ્રિય બની છે
- આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે
- સુકુમાર ભાવો, લયવૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદમાધુર્ય એમની કવિતાની વિશિષતા છે
- જિંદગીભર અપરણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણભક્તિમાં સમર્પી દીધું હતું
- દયારામના ‘ગરબી’ સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણા અને ગોપીના મધુર સંવાદ દ્વ્રારા પ્રેમભક્તિ નું નિરૂપણ થાય છે
- તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડિયા ના બીજા પુત્ર હતા
- ઇચ્છારામ ભટ્ટના સંપર્ક માં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃતિ તરફ વળ્યા હતા
- દયારામ ભટ્ટ મધ્યકાલીન ગુજારતી સાહિત્યના એકમાત્ર અક્ષરજ્ઞાન પ્રાપ્ત સાહિત્યકાર હતા
- રસિકવલ્લભ તથા ભક્તિ પોષણ આ પૃષ્ઠિસંપ્રદાય નું મર્મ રહસ્ય દયારામે પ્રકટ કરી હતી
- દયરામની ગરબી દયારામ રસાસુધામાં સંગ્રહાલી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો